વડોદરા, તા.૨૫
રેલવેના ખાનગીકરણ અને લાઇન બોક્સના નિર્ણયના વિરોધમાં આજે વડોદરા શહેરના રેલવે યુનિયનો દ્વારા પ્રતાપનગર રેલવે પ્રિન્તિભા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.
વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ સંઘના ઉપક્રમે અગ્રણીઓની આગેવાનીમાં આજે ડીઆરએમ ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. રેલવેના ખાનગીકરણની સાથે-સાથે લોકો પાયલોટ ગુડ્‌ઝ ટ્રેન અને માલગાડીમાં લાઇન બોક્સ બંધ કરવાનો પણ વિરોધ કર્યો હતો તેમજ પેન્શનની નીતિને રદ કરવામાં આવતા કર્મચારીઓ રોષે ભરાયા હતા. કર્મચારીઓએ ઉગ્ર સૂત્રોચ્ચારો કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના શરીફખાન પઠાણ તેમજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના સંતોષ પવાર સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.