(એજન્સી) તા.૫
બુધવારે સવારે જ્યારે રીપબ્લિક ટીવી નેટવર્કના એડિટર ઇન ચીફ અર્નબ ગૌસ્વામીની મુંબઇમાં તેમના નિવાસસ્થાનેેથી ધરપકડ કરવામાં આવી ત્યારે ભારતના ટીવી સ્ક્રિન પર નાટકીય દ્રશ્યો જોવા મળ્યાં હતાં. અપેક્ષા મુજબ ભાજપના ટોચના નેતાઓએ ગૌસ્વામીની ધરપકડને ચોમેરથી વખોડી કાઢી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રેલવે પ્રધાન પિયુષ ગોયલ, માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર, વિદેશ પ્રધાન એસ જયશંકર, કાયદા પ્રધાન આર એસ પ્રધાન અને કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ અર્નબ ગૌસ્વામીની ધરપકડને વખોડી કાઢી હતી. ગૌસ્વામીની ધરપકડ ૨૦૧૮માં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના એક મામલામાં થઇ હતી. આર્કિટેક્ટ અન્વય નાયકે આત્મહત્યા કરી હતી અને તેમના માતાએ એવો આક્ષેપ કર્યો હતો કે રીપબ્લિક ટીવી અન્વયના બાકી નીકળતા નાણા ચૂકવવામાં નિષ્ફળ ગઇ હતી. નાયકની આત્મહત્યામાં ગૌસ્વામીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે મહારાષ્ટ્ર પોલિસે ૨૦૧૯માં આ કેસ બંધ કરી દીધો હતો અને હવે અદાલતની સૂચનાના આધારે આ કેસ ફરીથી ખોલવામાં આવ્યો છે. આ કેસને ગૌસ્વામીના પત્રકારત્વ સાથે કોઇ પ્રત્યક્ષ નિસ્બત નથી. પરંતુ ભારતના ગંદા રાજકીય માહોલમાં પક્ષપાતી બાબતોને ધ્યાનમાં રાખીને ગૌસ્વામીની ધરપકડને વખોડી કાઢવામાં આવી છે. પત્રકારો વિરુદ્ધ પક્ષપાતી કાર્યવાહી એ ભારતીય રાજનીતિનો એક નિયમિત ભાગ છે ૪,નવે.૨૦૨૦ પહેલા પણ આવી ઘટનાઓ બની છે. ઘણા કિસ્સાઓમાં શાસક ભાજપના ઇશારા પર પક્ષપાતી કાર્યવાહી થઇ હતી જેમ કે કેરળના પત્રકાર સિદ્દીક કપ્પન ભાજપ શાસિત ઉ.પ્ર. રાજ્યમાં જેલમાં છે. હાથરસકાંડનું કવરેજ માટે જતાં સિદ્ધીકની ૬, ઓક્ટો.ધરપકડ કરાઇ હતી. ૨૮, ઓક્ટો.મોદી સરકારે ગ્રેટર કાશ્મીર અખબારના કાર્યાલય પર તેમજ એએફબીના કાશ્મીર સંવાદદાતા પરવેઝ બુખારીનેત્યાં દરોડા પાડ્યાં હતાં. જેમાં અલગતાવાદી જૂથોને નાણા ભંડોળ આપવાના આક્ષેપને મામલે કાર્યવાહી કરાઇ હતી. એ જ રીતે ઉ.પ્ર. સરકાર દ્વારા દેશદ્રોહ બદલ સ્વતંત્ર પત્રકાર પ્રશાંત કનોજીયાની વર્ષમાં બે વખત ધરપકડ કરાઇ છે. મે,મહિનામાં ભાજપ શાસિત રાજ્ય ગુજરાતમાં મુખ્ય પ્રધાનના આરોગ્યને લગતો રિપોર્ટ પ્રસિદ્ધ કરવા બદલ પત્રકાર ધવલ પટેલની પણ ધરપકડ કરાઇ હતી. પરંતુ આ બધા કિસ્સાઓમાં ભાજપના કોઇ નેતાઓએ આ ધરપકડને વખોડી કાઢી ન હતી જ્યારે અર્નબ ગૌસ્વામીની ધરપકડને વખોડવામાં મોટા ભાગના ભાજપના નેતાઓ આગળ રહ્યાં હતાં. ભાજપને ગૌસ્વામીના સંપૂર્ણ સમર્થનના કારણે ગૌસ્વામીએ ભાજપના ઘણા બધા આપખુદી પગલાઓને સમર્થન આપ્યું છે. જેમ કે ભીમા-કોરેગાંવ કેસના આરોપી સુધા ભારદ્વાજે એક ઉપજાવી કાઢેલ પત્ર શેર કરીને પોતાના વિરુદ્ધ ખોટા બદનક્ષીકારક અને અપમાનજનક આક્ષેપો કરવા બદલ ગૌસ્વામીને જવાબદાર ગણાવ્યાં હતાં.
Recent Comments