(એજન્સી) કાનપુર, તા.૧૯
કાનપુરમાં સ્વરૂપનગર વિસ્તારમાંથી ૯૬.૬ર કરોડની જૂની નોટો સાથે પકડાયેલા ઉદ્યોગપતિને આનંદ ખત્રી ૪૮૩ કરોડનો દંડ થશે અને તે સાથે જ પ્રકરણનો અંત આવશે. યુપી પોલીસે સદર ઉદ્યોગપતિ સામે ર૦૧૭ના એસેશન ઓફ લાવાબિલીટીઝ હેઠળ કેસ દાખલ કર્યો હતો. રદ કરેલ નોટો રાખવી દંડપાત્ર ગુનો છે. પકડાયેલ રકમનો પાંચ ગણો દંડ ભરવો પડે છે. તેમ દેશની સીએ એસોસિએશનના પૂર્વ ચેરમેન વિવેક ખન્નાએ જણાવ્યું હતું. ખત્રી કેસમાં પાંચ ગણો દંડ ૪૮૩ કરોડ થાય છે. જો પોલીસ પેનલ પ્રોવિઝન મુજબ કેસ દાખલ કરવાનું પસંદ કરે તો. કાનપુર ઝોનના આઈજી આલોકસિંગે કહ્યું કે, પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. ગયા વર્ષે નોટબંધી બાદ સંસદમાં એક કાનૂન પસાર કરાયો હતો. જેમાં ૧૦થી વધુ જૂની નોટો રાખનાર વ્યક્તિને તેમજ રપથી વધારે નોટો રાખનાર રિસર્ચરને રૂા.૧૦ હજાર દંડ કે જપ્ત કરેલ કેસના પાંચ ગણી રકમ દંડ તરીકે જેમાંથી જે વધુ હશે તે ભરવું પડશે. આવકવેરા વિભાગના અધિકારીએ કહ્યું કે, તેઓ પોલીસને ખત્રી કેસમાં કાર્યવાહી અંગે મદદ કરી રહ્યા છે. હાલમાં પોલીસ એસબીએન એકટ હેઠળ ગુનો દાખલ કર્યો. જેના દ્વારા આરોપીને દંડ કરાશે તે માટે સંપત્તિ પણ જપ્ત થશે.