(એજન્સી) તા.૧૯
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં માત્ર એક દિવસ બચ્યો છે, પરંતુ તેમને હવે આઈઆરજીસીની કુદ્દસ ફોર્સના પૂર્વ કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની અને હશદુશ્શાબીના ડેપ્યુટી કમાન્ડર મહેદી અલ-મોંહદિસની હત્યાના આરોપમાં ધરપકડનો ભય લાગી રહ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે, મેં જનરલ સુલેમાની હત્યાનો આદેશ આપ્યો ન હતો. પરંતુ આ અપરાધ ઈઝરાયેલી સરકારે કર્યો હતો. જો કે, ૩ જાન્યુઆરી ૨૦૧૯એ બગદાદ એરપોર્ટ નજીક જનરલ સુલેમાનીની કાર પર ડ્રોન હુમલા પછી ટ્રમ્પે આ હુમલાનો આદેશ આપવાની વાત સ્વીકારી હતી. ઈરાની અને ઈરાકી કમાન્ડરોની શહાદતની પ્રથમ વર્ષના અવસર પર ઈરાકની એક અદાલતે ટ્રમ્પની ધરપકડનો વોરન્ટ જારી કર્યું હર્ત્ ત્યારબાદ તેમણે આ પ્રતિક્રિયા આપી છે. આ પહેલા ઈરાની અધિકારી પણ ઈન્ટરપોલને ટ્રમ્પની ધરપકડ કરી તહેરાનને સોંપવાની માંગ કરી ચૂક્યા છે. વિવાદિત ટ્રમ્પ એવી સ્થિતિમાં વ્હાઈટ હાઉસથી વિદાય લઈ રહ્યા છે કે, કોંગ્રેસના નિચલા સંસદમાં દેશની સંસદ પર હુમલા માટે પોતાના સમર્થકોને ઉશ્કેરવાના આરોપમાં તેમની વિરૂદ્ધ મહાભિયોગ પસાર થઈ ચૂક્યો છે અને ઉપરી સદનમાં તેની પર વોટીંગ થવાની છે.