(સંવાદદાતા દ્વારા)
ઈડર,તા.૩૧
સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા, પાટણ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતો ધરોઈ ડેમના પાણીની સપાટી ૬૧૯ ફુટે પહોંચી છે આજ મધરાતના ૧ર વાગ્યા સુધી જો પાણીનું લેવલ વધશે તો ગેટ ખોલવાની ફરજ પડશે.
ધરોઈ ડેમમાં ઉપરવાસ રાજસ્થાનમાં વરસાદ વધુ પડેલ હોઈ ૧,૧૦,૦૦૦ કયુસેક પાણીની આવક હોવાથી ધરોઈની સપાટી ૬૧૯ ફુટ ઉપર પહોંચી ગઈ છે. પરંતુ આવક ઘટીને ૧૪,૭૧૧-કયુસેક થઈ છે. સરકારી ગાઈડ લાઈન મુજબ ૬ર૧૭ ઓવરફલો લેવલ થઈ જાય તો ધરોઈ ડેમના દરવાજા ૧ર વાગે સુધી આવક વધે તો જ ખોલવા પડે એમ છે. જેની શકયતા નહીવત હોવાથી હાલ પૂરતા ધરોઈ ડેમના દરવાજા ખોલવાની શકયતા નથી. જેથી સાબરમતી નદીની આજુબાજુના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી ધરોઈ ડેમના દરવાજા લેવલથી નીચે હોઈ ખોલવામાં આવેલ નથી.