અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ધરોળ ડેમમાંથી છોડવામાં આવતું પાણી આવે છે. હાલ ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને લીધે પાણીની આવકમાં વધારો થતા ધરોઈ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ રવિવારે સાંજે ધરોઈ ડેમની જળ સપાટી ૬ર૧.પ૬ ફૂટે પહોંચી હતી. ડેમની ભયજનક જળ સપાટી ૬રર ફૂટ હોવાથી નિચાણવાળા અને કાંઠાવાળા વિસ્તારોને એલર્ટ રહેલા સૂચના આપવામાં આવી છે. ધરોઈ ડેમમાં હાલ નયનરમ્ય નજારો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.
Recent Comments