(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
અલવિદા જુમ્મા અને ઈદ પહેલાં અનેક મુસ્લિમ વિદ્વાનો, મદ્રેસાઓ, મુસ્લિમ સંગઠનો અને નેતાઓએ દેશના મુસ્લિમોને સાદગીપૂર્વક ઈદની ઉજવણી કરવાની અપીલ કરી છે. સાથે સાથે તેમણે ઘરે જ ઈદની નમાઝ પઢવાની અને જરૂરિયાતમંદોને મદદ કરવાની પણ અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, દેશના મોટાભાગના વિસ્તારોમાં શનિવાર અથવા રવિવારે ઈદની ઉજવણી થશે. લખનૌ સ્થિત દારૂલ ઈફતા ફિરંગી મહલ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા ફતવાને ટાંકીને મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ કહ્યું હતું કે, હાલમાં ચાલી રહેલા લોકડાઉનને ધ્યાનમાં રાખી મુસ્લિમોએ અલવિદા અને ઈદની નમાઝ ઘરે જ પઢવી જોઈએ. તેમણે આ પણ કહ્યું હતું કે, મસ્જિદમાં ઈમામ અને મુઅઝઝીન સહિત પાંચથી વધારે લોકોએ નમાઝ માટે એકત્ર થવું ન જોઈએ. આ ઉપરાંત અન્ય ઉલેમાઓએ પણ મસ્જિદ અથવા ઈદગાહ ખાતે નમાઝ માટે એકત્ર ન થવાની અપીલ કરી હતી. હૈદરાબાદ સ્થિત જામિઆ નિઝામિયાના મુફતી ખલીલ અહમદ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના મહાસચિવ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહયાની અને મૌલાના નિસાર હુસૈન હૈદર આગા તેમજ અન્ય ડઝનબંધ અગ્રણીઓએ આ અંગે નિવેદન બહાર પાડયું હતું. આ ઉપરાંત સંખ્યાબંધ મુસ્લિમ કર્મશીલો અને યુવાનોએ પણ આ વર્ષે ઈદની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવા માટે ઈંઈૈઙ્ઘ છંર્ૐદ્બી અને ઈંઈૈઙ્ઘ છંર્ૐદ્બી વડે સોશિયલ મીડિયા અભિયાન પણ શરૂ કર્યું છે. આ પ્રકારનું અભિયાન ચલાવવા પટણા સ્થિત બશશાર હબીબુલ્લાહે કહ્યું હતું કે, લોકડાઉનના કારણે જ્યારે સમગ્ર રમઝાન મહિનો ઘરમાં રહીને ઈબાદત કરવામાં પસાર થયો છે ત્યારે હવે આ સમયે નવા કપડા ખરીદવાની શી જરૂર છે. આ ઉપરાંત લોકડાઉનના કારણે ઘણા લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓથી વંચિત છે. આવા સંજોગોમાં આપણે ઈદની ઉજવણી કેવી રીતે કરી શકીએ ?
ધર્મગુરૂઓ, સંગઠનોએ મુસ્લિમોને ઈદની ઉજવણી ઘરે રહી કરવાની અપીલ કરી

Recent Comments