(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૨૭
રાજ્યમાં ૬ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, પરંતુ એ પહેલાં જ સ્થાનિક સંગઠનનો અને સમાજના અગ્રણીઓનો સૂર ઊંચકાયો છે અને સ્થાનિક ઉમેદવાર માટે માગણી કરી રહ્યા છે. બાયડ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ તરફથી ધવલસિંહ ઝાલાનું નામ નિશ્ચિત હોવાના મોવડી મંડળે સંકેત આપ્યા છે. ધવલસિંહ ઝાલાના અતિ ઉત્સાહી સમર્થકોએ સોશિયલ મીડિયામાં બાયડના ગરીબ લોકોનો અવાજ બનશે. ધવલસિંહ, ૩૦મીએ ફોર્મ ભરશેની પોસ્ટ કરતા ભારતીય જનતા પાર્ટીના વિધિવત રીતે ધવલસિંહ ઝાલાનું નામ જાહેર કરતા પહેલાં ધવલસિંહ ઝાલાના સમર્થનમાં થયેલી પોસ્ટથી ભાજપના કાર્યકર્તાઓ પણ અચંબિત બન્યા હતા. સ્થાનિક રાજકારણમાં પણ પોસ્ટર ગેમથી કોને ફાયદો થાય છે, તે જોવું રહ્યાની ચર્ચા જામી છે. સોશિયલ મીડિયામાં ધવલસિંહ ઝાલાના સમર્થકોએ કરેલી પોસ્ટ ડિલેટ મારી દઈ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આ અંગે સતત ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શકયો ન હતો.
ધવલસિંહ ઝાલા દ્વારા ફોર્મ ભરાશે, તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ

Recent Comments