(એજન્સી) તા.૧૭
હાલમાં સમગ્ર દેશમાં વરસાદે અનેક રાજ્યોને પાણી-પાણી કરી દીધાં છે. મુંબઇ, દિલ્હી, આસામ સહિતનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જાહેર રસ્તાઓ જાણે કે નદીમાં ફેરવાઇ ગયા છે. ત્યારે છત્તીસગઢમાં ભારે વરસાદને કારણે બિલાસપુર પાસેનાં ખૂંટાઘાટ ડેમના વેસ્ટવિયરમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક શખ્સ ૧૬ કલાક સુધી ફસાઇ ગયો હતો. મોડી રાત સુધી તે શખ્સ એક પથ્થરના આશરે વૃક્ષ પકડીને બેસી રહ્યો હતો. જેને અનેક કલાકો બાદ ભારતીય વાયુસેનાનાં ચૉપરે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો.
રાયપુરથી ઇન્ડીયન એરફોર્સે હેલિકોપ્ટરની મદદથી સવારનાં ૭ કલાકે યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પાણીની વચ્ચે વૃક્ષનાં સહારે તે શખ્સ ૧૬ કલાકથી ફસાયેલો હતો. પાણીનો ધસમસતા પ્રવાહ એટલો વધારે હતો કે રતનપુર પોલીસ અને રેસ્ક્યુ ટીમનાં કલાકો પ્રયાસ બાદ પણ તે યુવકને નીકાળી ના શકાયો.
જો કે બાદમાં રાયપુરથી ઇન્ડીયન એર ફોર્સનું હેલિકોપ્ટર આવ્યાં બાદ તેમની મદદથી તે યુવકને બહાર નીકાળવામાં આવ્યો. રજાઓનાં દિવસ હોવાંને કારણે રવિવારનાં રોજ ખૂંટાઘાટમાં ઘણાં પ્રવાસીઓ ફરવા પહોંચ્યા હતાં. એ ભીડમાં લોકો ન્હાવા માટે વેસ્ચ વિયરમાંથી વહી રહેલા પાણીમાં કૂદી ગયા.
પાણીનાં તેજ પ્રવાહમાંથી બે યુવકને બહાર નીકાળવામાં આવ્યાં. જ્યારે અન્ય એક યુવક પાણીમાં તણાતો નીચે ચાલ્યો ગયો. લોકોએ પોલીસને સૂચના આપી. રતનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચતા તે યુવકને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ આવી ગઇ હતી. પરંતુ જ્યારે કોઇ તેને નીકાળી ના શક્યા ત્યારે પોલીસે એરફોર્સની મદદ માંગી.
બિલાસપુર રેન્જનાં આઇજી દિપાંશુ કાબરાએ એક ન્યુઝ ચેનલે જણાવ્યું કે, “ભારતીય વાયુસેના (ૈંછહ્લ)ના હેલિકોપ્ટરે આજે છત્તીસગઢના બિલાસપુરની પાસે આવેલા ખુટઘાટ ડેમના પાણીમાં ફસાયેલા એક યુવકને બચાવ્યો. બંધમાં ભારે પ્રવાહને કારણ ૈંછહ્લને બચાવ અભિયાન ચલાવવાની વિનંતી કરવામાં આવી હતી.” લોકોએ ઇન્ડીયન એરફોર્સની ખૂબ પ્રશંસા કરી.