ધાનેરામાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં સરકારની ગાઇડલાઇન મુજબ આયોજિત કરવામાં આવેલ. પ્રાંત અધિકારી યોગેશ પી.ઠક્કર દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ. આંગણવાડી કાર્યકર બહેનો તથા આરોગ્ય કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રાંત અધિકારીએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે બંધારણના મૂલ્યોનું જતન કરી તેનાથી પ્રેરણા લઇ જીવન સફળ બનાવીએ.
ધાનેરા મુસ્લિમ સમાજ દ્વારા લાધા પૂરા વિસ્તારમાં આવેલ ઈદગાહ મસ્જિદ પાસેના મેદાનમાં ધ્વજવંદનનો કાર્યક્રમ વરિષ્ઠ નાગરિક બક્ષુભાઈ ઉસ્માનભાઈ મુસલાના હસ્તે કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજ સહિત મૌલાના અને ઉલેમાઑ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મૌલાના આલીમ જનાબ બિલાલ સાહેબ તથા નજીરભાઈ શેખે પ્રાસંગિક પ્રવચન કરેલ. ધ્વજ વંદન કાર્યક્રમને સફળ બનાવવા સુલતાનખાન પઠાણ, મુસ્તફાખાન, ઈકબાલ બેલીમ, સાજીદ મલેક, નેઈમ શેખ, તસલીમ મુસ્લા અને તેઓની યુવાન ટીમે સફળ બનાવ્યું હતું.