ધાનેરા, તા.ર૬
કોટડા વિસ્તારમાં આદિવાસી શાળા પાસે અચાનક વીજળી ગુલ થતાં આ વિસ્તાર અને વેપારી વાસ, વ્હોરવાડ, બગીચા લાઈન અને નગરપાલિકા વિસ્તારમાં અંધકાર છવાઈ ગયો હતો. ડીપીમાં ભયંકર આગ લાગી છે તેવી બૂમાબૂમ થતાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા નગરપાલિકાને જાણ કરતા લાય બંબો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. નગરપાલિકાના સિનિયર કર્મચારી રામભાઈ તથા અન્ય કર્મચારી સ્થળ પર પહોંચ્યા હતા. વિધુત બોર્ડને જાણ કરતા કર્મચારીઓ આવી અને ડીપીના લગરિયા ઉતારી અન્ય વિસ્તારમાં વિધુત પ્રવાહ ચાલુ કરવામાં આવેલ. વધુ પડતા વીજ ભારને લીધે આ ડીપીમાં અવારનવાર ફોલ્ટ સર્જાયો છે તેની રજૂઆતો આ વિસ્તારના નાગરિકો વિધુત બોર્ડ ધાનેરામાં અવારનવાર કરેલ છે. પરંતુ આવનારા ચોમાસાને લઈ આગોતરૂ આયોજન કરેલ નહીં. જો કે, મોડેથી આ ડી.પી. દુરસ્ત કરી વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવેલ. નજીકમાં જ આવેલ ગણપતિજીના મંદિર પાસે નવીન ડી.પી. નાખ્યાને દોઢ વર્ષ જેવો સમય થઈ ગયો છે. છતાં તે જીડીપીમાં કનેક્શન આપી આ ડીપીનો વીજ ભાર ઓછો કરવા અને તે ચાલુ કરવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોની માંગ છે.