અમદાવાદ, તા.૧પ
ગુજરાત વિધાનસભામાં શૂન્યકાળ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે મારામારીની ઘટના બની હતી. ધારાસભ્યની ગુંડાગિરીની આ ઘટનાનું કવરેજ કરી રહેલા પત્રકારો સાથે પોલીસે વિધાનસભા લોબીમાં ગેરવર્તણૂક શરૂ કરી હતી. જેમાં પોલીસે ધારાસભ્યો વચ્ચેની મારામારીનું કવરેજ કરી રહેલા પત્રકારોને ધક્કે ચડાવ્યા હતા. પત્રકારો સાથે પોલીસે કરેલી ગેરવર્તણૂક મામલે પત્રકારોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આમ ફરી એકવાર વિધાનસભામાં પોલીસે પત્રકારોને નિશાન બનાવી તેમને ધક્કે ચડાવતા પોલીસ અને પત્રકારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.