(સંવાદદાતાદ્વારા)

ગાંધીનગર,તા.ર૪

રાષ્ટ્રપતિરામનાથકોવિંદઆજેબેદિવસમાટેગુજરાતનાપ્રવાસેઆવીપહોંચતાતેઓનુંએરપોર્ટખાતેભવ્યસ્વાગતકરાયુંહતું.  ગુજરાતનાઈતિહાસમાંપ્રથમવારવિધાનસભાનેસંબોધતારાષ્ટ્રપતિકોવિંદેજણાવ્યુંહતુંકે, ચૂંટાયેલાધારાસભ્યોનેતેમનાવિસ્તારનાલોકોભાગ્યનિર્માતામાનેછેઅનેતેમનીસાથેતેઓનીઆશાઓતથાઆકાંક્ષાઓનેજોડાયેલીહોયછે. આઆકાંક્ષાઓનેપૂર્ણકરવાનાપ્રયાસોતમામધારાસભ્યોમાટેસર્વોપરીહોવાજોઈએતેવીશીખઆપતાતેમણેઉમેર્યુંકે,  લોકશાહીમાંજનપ્રતિનિધિઓનીભૂમિકાસૌથીમહત્વપૂર્ણછે. વિધાનસભાનાસભ્યોતેમનામતવિસ્તારઅનેરાજયનાલોકોનાપ્રતિનિધિઓછેરાષ્ટ્રપતિકોવિંદઆજેગુજરાતવિધાનસભાખાતેઆવીપહોંચતાતેઓનુંમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલ, વિધાનસભાઅધ્યક્ષડૉ. નીમાબેનઆચાર્ય, રાજ્યપાલઆચાર્યદેવવ્રતેપુષ્પગુચ્છઆપીનેસ્વાગતકર્યુંહતું. રાષ્ટ્રપતિએવાસમયેગુજરાતવિધાનસભાનાસભ્યોનેસંબોધિતકર્યાજ્યારેભારતઆઝાદીકાઅમૃતમહોત્સવનીઉજવણીકરીરહ્યુંછે. આવાતનેટાંકીનેરાષ્ટ્રપતિએકહ્યુંકે, આઝાદીઅનેતેનાઅમૃતમહોત્સવનીઉજવણીકરવામાટેગુજરાતકરતાંવધુસારીજગ્યાકોઈનથી. ગુજરાતનાલોકોસ્વતંત્રભારતનીકલ્પનાકરવામાંઅગ્રેસરહતા. ૧૯મીસદીનાછેલ્લાદાયકાઓમાંદાદાભાઈનવરોજીઅનેફિરોઝશાહમહેતાજેવીહસ્તીઓએભારતીયોનાઅધિકારોમાટેઅવાજઉઠાવ્યોહતો. સ્વતંત્રતાનાઆસંઘર્ષનેગુજરાતનાલોકોનોસતતસહકારમળ્યોહતોઅનેઆખરેમહાત્માગાંધીનામાર્ગદર્શનહેઠળતેભારતનીઆઝાદીમાંપરિણમ્યો.  તેમણેવધુમાંકહ્યુંકે, મહાત્માગાંધીએભારતનાસ્વાતંત્ર્યસંગ્રામનેમાત્રનેતૃત્વપૂરૂંપાડ્યુંનહતું, પરંતુસમગ્રવિશ્વનેએકનવોરસ્તો, નવીવિચારસરણીઅનેનવીફિલસૂફીપણબતાવીહતી. આજેજ્યારેપણદુનિયામાંકોઈપણપ્રકારનીહિંસાથાયછેત્યારેબાપુનાસૂત્ર ‘અહિંસા’નુંમહત્ત્વઆપણનેસમજાયછે. રાષ્ટ્રપતિએકહ્યુંકે, ગુજરાતનોઇતિહાસઅનોખોછે. મહાત્માગાંધીઅનેસરદારપટેલનીઆભૂમિનેસત્યાગ્રહનીભૂમિકહીશકાય. સત્યાગ્રહનોમંત્રસમગ્રવિશ્વમાંસંસ્થાનવાદસામેએકઅમોઘશસ્ત્રતરીકેસ્થાપિતથયોહતો. વિવિધસત્યાગ્રહવિરોધનીઅભિવ્યક્તિઅનેજનઆંદોલનનાઆચરણનેપણએકનવુંપરિમાણઆપ્યું. ગુજરાતનીપ્રજાનીઉદારતાએભારતીયસંસ્કૃતિનુંમુખ્યલક્ષણછે. પ્રાચીનકાળથીઆપ્રદેશમાંતમામસંપ્રદાયોઅનેસમુદાયોનાલોકોભાઈચારાથીઆગળવધતારહ્યાછે.  ગુજરાતેઆધુનિકયુગમાંવિજ્ઞાનક્ષેત્રેનોંધપાત્રયોગદાનઆપ્યુંહોવાનીવાતકરતારાષ્ટ્રપતિએકહ્યુંકે, ડૉ. હોમીજહાંગીરભાભાનેભારતીયપરમાણુકાર્યક્રમનાપિતામાનવામાંઆવેછે, ત્યારેભૌતિકસંશોધનપ્રયોગશાળાનાસ્થાપકડૉ. વિક્રમસારાભાઈનેભારતીયવિજ્ઞાન, ખાસકરીનેભારતનાઅવકાશસંશોધનનાપ્રણેતાતરીકેસન્માનવામાંઆવેછે. વર્ષ૧૯૬૦માંરાજ્યનીસ્થાપનાથયાબાદગુજરાતઔદ્યોગિકએકમોઅનેનવીનીકરણદ્વારાવિકાસનાપંથેઅગ્રેસરરહ્યુંછે. તેમણેકહ્યુંકે, ગુજરાતનીધરતીપરશરૂથયેલીશ્વેતક્રાંતિએપોષણક્ષેત્રેક્રાંતિકારીપરિવર્તનકર્યુંછે. આજેભારતદૂધનાકુલઉત્પાદનઅનેવપરાશનીદૃષ્ટીએવિશ્વમાંપ્રથમસ્થાનધરાવેછે. રાષ્ટ્રપતિએકહ્યુંકે, ગુજરાતવિધાનસભાએઆરાજ્યનાસર્વાંગીવિકાસમાટેઘણાંક્રાંતિકારીપગલાંલીધાહતા. ગુજરાતપંચાયતવિધેયક, ૧૯૬૧અનેગુજરાતફરજિયાતપ્રાથમિકશિક્ષણઅધિનિયમ, ૧૯૬૧દ્વારાઅનુક્રમેસ્થાનિકસ્વરાજ્યઅનેશિક્ષણનાક્ષેત્રમાંપ્રગતિશીલપ્રણાલીનીસ્થાપનાકરવામાંઆવીહોવાનીવાતપણતેમણેકરીહતી. તેમણેકહ્યુંકેગુજરાતએકમાત્રએવુંરાજ્યછેકેજ્યાંઈન્ફ્રાસ્ટ્રક્ચરમાંરોકાણઅનેવિકાસનેપ્રોત્સાહનઆપવામાટેગુજરાતઈન્ફ્રાસ્ટ્રક્ચરડેવલપમેન્ટઍક્ટ, ૧૯૯૯વિધાનસભાદ્વારાપસારકરવામાંઆવ્યોહતો. ભવિષ્યલક્ષીકાયદાઓબનાવવાનીદિશામાંઆવિધાનસભાદ્વારાપસારકરાયેલગુજરાતઓર્ગેનિકએગ્રીકલ્ચરલયુનિવર્સિટીઍક્ટ, ૨૦૧૭પણનોંધનીયછે. રાષ્ટ્રપતિએવધુમાંજણાવ્યુંકે, છેલ્લાકેટલાકસમયથીગુજરાતનાવિકાસમોડલનેએકઉદાહરણતરીકેજોવામાંઆવીરહ્યુંછે, જેદેશનાકોઈપણપ્રદેશઅનેરાજ્યમાંલાગુકરીશકાયછે. રાષ્ટ્રપતિએકહ્યુંકે, આઝાદીનાઅમૃતમહોત્સવટાણેઆપણાસ્વાતંત્ર્યસેનાનીઓનેયાદકરીનેદેશનાઉજ્જવળભવિષ્યમાટેપગલાંભરવાનીઆપણીફરજછે, જેથીવર્ષ૨૦૪૭માંજ્યારેભારતતેનીશતાબ્દીનીઉજવણીકરીરહ્યુંહોય, ત્યારેતેસમયનીપેઢીતેમનાદેશપરગર્વઅનુભવશે. સંબોધનપૂર્ણકર્યાપછીરાષ્ટ્રપતિસત્તાપક્ષનાતેમજવિરોધપક્ષનાસભ્યોનેમળ્યાહતાઅનેતેમનુંઅભિવાદનઝીલ્યુંહતું.