(સંવાદદાતા દ્વારા) ધંધુકા, તા.૨૦
વિધાનસભામાં અંબરીશ ડેરના ૩ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં અખિલ ભારતીય યદુવંશી મહાસભા તેમજ આહિર સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે અખિલ ભારતીય યદુવંશી મહાસભા (ગુજરાતના)ના અધ્યક્ષ હેમંત લોખીલએ જણાવ્યું હતું કે, આ અંગે જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં પ્રખર આંદોલન કરવામાં આવશે અને જરૂર જણાયે વિધાનસભાનો ઘેરાવ કરવો પડશે તો અમારૂ સંગઠન ઘેરાવ પણ કરશે એ યાદ રહે કે, અખિલ ભારતીય યદુવંશી મહાસભા સંગઠન સમગ્ર ભારતમાં પ્રસરેલ છે જેથી હેમંતભાઈ લોખીલનો હુંકાર સત્તાધિશો હળવાશથી નહીં લે તેવી શક્યતા છે.