(એજન્સી) જમ્મુ, તા. ર૦
જમ્મુ-કાશ્મીરના ધારાસભ્ય રાશિદ એન્જિનિયરે કાશ્મીર પોલીસને કહ્યું છે કે તે અંતરઆત્માને જગાડે અને લોકો પર અત્યાચારો રોકે.
શ્રીનગરમાં પોલીસના આત્માને જગાડવા ધારાસભ્ય રાશિદે એક વિરોધ રેલી યોજી હતી. તેમણે કહ્યું કે જ્યારે સમગ્ર વિશ્વ કઠુઆ ગેંગ રેપ અંગે આક્રંદ કરી રહ્યું છે. ત્યારે કાશ્મીર પોલીસ વિદ્યાર્થીઓ અને મહિલાઓ પર અત્યાચાર રોકે. તેમણે કહ્યું કે આજનું વિરોધ પ્રદર્શન પોલીસના અંતરઆત્માને જગાડવાનું હતું. તેઓ સમજે કે નિવૃત્ત થયા બાદ પાછા તમારે ઘરે પાછા ફરી લોકો વચ્ચે રહેવાનું છે. રાશિદે પોલીસને કહ્યું કે તે વિદ્યાર્થીઓને વિરોધ કૂચ યોજવાની મંજૂરી આપે. તેમજ ભગવાન ખાતર કોઈ અત્યાચાર ન કરે. લોકો પર પેલેટગનનો ઉપયોગ બંધ કરો. વિદ્યાર્થીઓ તેમના ઘરના મુદ્દા સાથે પ્રદર્શનકર્તા નથી. તેઓ નોકરી માંગતા નથી. તેઓ કાશ્મીરી લોકો પાસે ન્યાય માંગે છે.