અમરેલી, તા.૮
ધારીમાં વ્યાજખોરોના ત્રાસથી વિપ્ર શખ્સે ઝેરી દવા ગટગટાવી જઈ આપઘાત કરી લેતા ચકચાર મચેલ છે વ્યાજખોરોએ વિપ્ર શખ્સને ઊંચા વ્યાજે પૈસા આપેલ હોઈ અને વિપ્ર શખ્સે પૈસા પરત આપી દીધેલ હોવા છતાં કડક ઉઘરાણી કરતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા…
ધારીમાં પશુ દવાખાના પાસે રહેતા જેમીન જોશી નામના વિપ્ર શખ્સને પૈસાની જરૂર પડતા (૧) વાસુર આહીર રહે.ધારી તથા (૨)જયદીપ સોલંકી (છોટીયો) રહે.ધારી (૩) રમણીક પરમાર (વાઢાળા) રહે.ધારી તથા (૪) ભરત ઢોલા રહે.પ્રેમપરા ધારી તથા (૫) શૈલેશ જોરુભાઇ વાળા રહે.માણાવાવ તા.ધારી તથા (૬) રાણા પાંચા બાંભણીયા રહે.આંબરડી તા.ધારી (૭) મહીપત વાળા રહે.કોઠાપીપરીયા તા.ધારી વાળાઓ પાસેથી વ્યાજે પૈસા લેધા હતા અને તે પૈસા ચૂકવી દીધેલ હોવાં છતાં જેમીનભાઈ જોશી તેમજ તેના પુત્ર જયદીપ જેમીનભાઈ જોશી પાસેથી કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી જેમીનભાઈએ ઉપરોક્ત વ્યાજખોરો શખ્સના ત્રાસથી કંટાળી જઈ લીબડીયા નેસના નેરા પાસે ઝેરી દવા ગટગટાવી જઈ ે આપઘાત કરી લધો હતો,બનાવ અંગે ધારી પોલીસમાં જયદીપ જેમીનભાઈ જોશીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.