અમરેલી, તા.૬
અમરેલી ધારી ગીર પૂર્વ રેન્જમાં આંબરડી પાર્ક ખાતે એક સિંહણે ગઈ રાત્રિના ત્રણ બચ્ચાંને જન્મ આપેલ હતો, જે સિંહણ દ્વારા ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો છે તેની ભૂતકાળની હિસ્ટ્રી જોતા તેના બચ્ચાંની કાળજી લેતી ના હતી તેથી તે બચ્ચાંના મૃત્યુ થયા હતા, સિંહણે જે ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો છે તેને જૂનાગઢ સક્કર બાગ ઝૂ ખાતે બચ્ચાંની કાળજી લેવા માટે ખસેડવામાં આવેલ હતા.
અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલ સફારી આંબરડી પાર્ક ખાતે ગઇ રાત્રીના એક સિંહણે ત્રણ બચ્ચાંને જન્મ આપેલ હતો, સિંહણે જે ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો છે તેમાં ૨ મેલ છે અને એક ફિમેલ હોવાનું વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળેલ છે, વન વિભાગના વેટરનરી ડોક્ટર દ્વારા ત્રણેય બચ્ચાંની આરોગ્ય ચકાસણી કરતાં તંદરૂસ્ત હોવાનું જણાઈ આવેલ હતું,પરંતુ જે સિંહણે ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો છે તે સિંહણે ભૂતકાળમાં તેના બચ્ચાંની કાળજી લીધેલ ના હતી જેથી તેના મૃત્યુ થયા હતા જો કે આ અંગે વન વિભાગના ડીએફઓ ચિરાગ અમીને જણાવ્યું હતું કે, તેઓએ સમયે અહીં ફરજ પર હતા નહિ તેટલે આ બાબતે તેમણે ચોક્કસ જણાવ્યું ન હતું ગઈકાલે જે સિંહણે બચ્ચાંને જન્મ આપ્યો છે તે સિંહણે તેના બચ્ચાંને ફીડીગ(દૂધ પીવડાવ્યું ) હતું અને કાળજી પણ લીધી હતી પરંતુ સિંહના બચ્ચાંને જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે સારી કાળજી લેવાતી હોવાથી બચ્ચાંની કાળજી માટે ત્યાં ખસેડવામાં આવેલ હતા.