હઝરત ઝિન્દા શાહ મદાર (રહમતુલ્લાહ અલયહે)ના ૬૦૪માં ઉર્ષ સાથે શાહ મદાર બોર્ડિંગના આદ્યઃસ્થાપક હાજી નૂરમહંમદ શાહ મોતીશાહ દીવાન સાહેબનો વાર્ષિક ઉર્ષ, ફાતેહાખ્વાનીનો પ્રોગ્રામ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મનાવવામાં આવેલ.
નમાઝે ફજર બાદ તિલાવતે કુર્આન, ચાદરપોશી, ગુલપોશી, મહેફિલે નાત, મનકબત અને તકરીરનો રૂહાની પ્રોગ્રામ યોજાયો.
હઝરત પીર તાઝીમ અલી બાપુ મદારીએ સિલસિલાએ મદારની શાનમાં શાનદાર તકરીર કરી અને આ સંસ્થાના આદ્યઃસ્થાપકની ખિદમતો, કુરબાનીઓનો ઝિક્ર કરેલ. સલમાન મદારી તથા જાવેદ મદારીએ મનકબતે નૂરમહંમદ પોતાના મધુર સ્વરથી પઢી હતી. સુફી રિયાઝ કાદરી મદારી તેમજ શોયબ કાદરી મદારી, ફારૂક બાપુ મદારી વગેરે ઉલ્માએ કિરામ, સાદાતે કિરામે નાતિયા કલામ પેશ કર્યા.
આ જશ્ને નૂરે મદાર પ્રોગ્રામનું સંચાલન પીર, સુફી, સૈયદ હાજી મુસ્તુફામિયાં બાપુ ગાદીનશીન મીરા સૈયદ અલી દાતારવાળાએ કરેલ.
આ રૂહાની પ્રોગ્રામમાં હાજી અબ્બાસઅલી બાપુ, હાજી દીનુ શાહ બાપુ, હાજી હનીફ બાપુ, હાજી શીરાઝભાઈ, હાજી યાસીનભાઈ, હાજી મહંમદભાઈ, યાસીન ચિશ્તી મદારી, ઈશુભા મલેક, યુસુફ બાપુ વગેરે સામાજિક-દીની કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા એવું ઈબ્રાહીમભાઈ અજમેરીએ એક યાદીમાં જણાવ્યું છે.