અંકલેશ્વર, તા.૩૦
અંકલેશ્વરના મુલ્લાવાડ ખાતે આવેલ ધી પરચેઝ એન્ડ સેલ યુનિયન સંસ્થાના ડિરેકટરો અને સભાસદો દ્વારા મર્હૂમ અહમદભાઈ પટેલના દુઃખદ અવસાન બદલ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા મર્હૂમ અહમદભાઈ પટેલના દુઃખદ અવસાનના પગલે ભરૂચ જિલ્લો શોકમગ્ન બની ગયો છે, તેમના નિધનથી કોંગ્રેસે બુનિયાદી આધાર સતંભ ગુમાવ્યો છે, તેમની ખોટ કદીયે પુરાય તેમ નથી તેમના નિધનના પગલે અનેક સંસ્થાઓએ શ્રદ્ધાંજલી પાઠવી છે. ત્યારે અંકલેશ્વરના મુલ્લાવાડ ખાતે આવેલ ધી અંકલેશ્વર પરચેઝ એન્ડ સેલ યુનિયનના સભા ખંડ ખાતે સંસ્થાના પ્રમુખ બાબુભાઇ દેસાઈ, સંસ્થાના ડિરેકટર અને એપીએમસીના ચૅરમૅન કરસનભાઈ પટેલ, ઇકબાલ ગોરી, ડૉ. જીતુ પટેલ, ભરતભાઈ પંડ્યા, ઉસમાનખાન પઠાણ, યાકુબ ગુલામ નોરાત, મોહમ્મદ રસીદ કાજી, બસીરખાન પઠાણ, ધર્મેન્દ્ર પટેલ, સહીતના ડિરેકટરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહી મર્હૂમ અહમદભાઈ પટેલના નિધન બદલ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી.