(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.ર૮
ધી બોમ્બે પટેલ વેલ્ફેર સોસાયટી ભરૂચ હંમેશા કુદરતી અને માનવસર્જિત આફતો વખતે જરૂરતમંદોને મદદરૂપ થવા અગ્રેસર રહે છે. હાલની કોવિડ-૧૯ની મહામારીમાં પણ આ સંસ્થા સતત લોકસેવાની પ્રવૃત્તિઓ કરી રહી છે.
તારીખ ર૭/૦પ/ર૦ર૦ના રોજ ભરૂચથી કોલકાતા ૧૬૭૦ જેટલા શ્રમિકોને પાછા લઈ જવા માટે સ્પેશિયલ ટ્રેન ઉપડવાની હતી. આ ટ્રેન દ્વારા શ્રમજીવીઓને પાછા વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં ભરૂચ નગરપાલિકા અને જિલ્લા પ્રશાસનના સર્વે અધિકારીઓએ ખૂબ જ જહેમત ઊઠાવી હતી. કોર્પોરેટ અને સામાજિક આગેવાન સલીમભાઈ અમદાવાદીએ આ બધા શ્રમજીવીઓને વતન પાછા ફરવાની ગોઠવણ કરવામાં ભાગ ભજવ્યો હતો. આ મુસાફરોને તેમના સફરમાં ખાવા-પીવાની ખુબ જ તકલીફ પડતી હોય છે. આ અંગેની જાણ થતા ધી બોમ્બે પટેલ વેલ્ફેર સોસાયટી ભરૂચના પ્રમુખ સલીમ મુહમ્મદ પટેલના નેજા હેઠળ ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક ૧૬૭૦ વ્યક્તિઓને ફૂડ પેકેટ અને ઠંડા આર.ઓ. પાણીનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ કોવિડ-૧૯ મહામારીથી અસરગ્રસ્ત ૧૯,૮૯૯ પરિવારોને ધી બોમ્બે પટેલ વેલ્ફેર સોસાયટી ભરૂચ દ્વારા લગભગ ૧૦થી ૧પ દિવસ ચાલે તેવી અનાજ અને રાશનની કિટનું વિતરણ લગભગ એક કરોડ પચીસ લાખ સત્તાણું હજાર રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધી બોમ્બે પટેલ વેલ્ફેર સોસાયટી ભરૂચના સહયોગથી અને ભરૂચ જિલ્લા પંચાયતના સદસ્ય શકીલભાઈ અકુજીના પ્રયત્નોથી અને માંચ તેમજ ઉપરાલી ગામના યુવાનો દ્વારા ભરૂચ જિલ્લામાંથી પસાર થતા હાઈવેના માર્ગે ઘણી મોટી સંખ્યામાં શ્રમજીવીઓ માદરે વતન મધ્યપ્રદેશ, રાજસ્થાન, દાહોદ પંચમહાલ તરફ પગપાળા રવાના થયા છે. એ શ્રમજીવીઓ સાથે બાળકો, મહિલાઓ અને વડીલો પણ સાથે છે. લોકડાઉન જાહેર થયું ત્યારથી માંચ ગામના પાટિયા પાસે શ્રમિકોને તેમજ ટ્રક ચાલકોને ઠંડુ પાણી, ફૂડ પેકેટ, પગમાં પહેરવાના ચપ્પલ , પીવા માટે છાસ, ચા-બિસ્કિટ અને ભર પેટ ભોજન આપવામાં આવે છે. આશરે રોજના ૧૦૦૦ શ્રમજીવીઓ અને ટ્રક ચાલકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે. બસ અને ટ્રેનના માધ્યમથી વતન જવા માગતા પરપ્રાંતિય લોકો માટે વેલ્ફેર હોસ્પિટલમાં ફોર્મ ભરવા માટે હેલ્પસેન્ટરની શરૂઆત કરવામાં આવી, તેમજ ૧૦૦૦ જેટલા પરપ્રાંતિઓનું મેડિકલ ચેકઅપ કરી મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા. જેમાંથી જરૂરતમંદોને મફતમાં મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા અને વતન જવા માંગતા લોકોને ભાડાની વ્યવસ્થા કરી વતન મોકલવામાં આવ્યા. વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ દ્વારા કોવિડઅ૧૯ જેવી મહામારી અને લોકડાઉનના સમયમાં દર્દીઓ માટે ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખી દર્દીઓ માટે ર૪.૭ કલાક કાર્યરત છે. આ ઉપરાંત વેલ્ફેર હોસ્પિટલ ભરૂચમાં કોવિડ કેર પણ શરૂ કરવામાં આવ્યું. જેમાં કોરોનાના દર્દીઓની સારવાર પણ કરવામાં આવી. કોરોના શરૂ થયાથી પ૦ કિ.મી.ના વિસ્તારમાં રહેતા રહીશોને વેલ્ફેર હોસ્પિટલમાં સારવાર લેવાની હોય તો એમ્બ્યુલન્સની સુવિધા મફત આપવામાં આવી.
ધી બોમ્બે પટેલ વેલ્ફેર સોસાયટી ભરૂચ અને વેલ્ફેર હોસ્પિટલ વતન જતા શ્રમિકોની વ્હારે

Recent Comments