(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૪
આણંદ જિલ્લાનાં ઉમરેઠ તાલુકાનાં ધુળેટા ગામનો એસઆરપી જવાન ગઈકાલે ધરેથી વડોદરા એસઆરપી કેમ્પમાં પોતાની ફરજ પર જવા માટે નિકળ્યા બાદ ગુમ થયા બાદ કેનાલમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ધુળેટા ગામનો ફિરોજખાન ઈમામખાન પઠાણ એસઆરપીમાં ફરજ બજાવતો હતો અને હાલ તેની નોકરી વડોદરા એસઆરપી કેમ્પ ખાતે હોઈ તે પોતાનાં ધરેથી મોટર સાયકલ લઈ વડોદરા નોકરી પર જવાનું કહી નિકળ્યો હતો,અને ત્યારબાદ તે ગુમ થઈ ગયો હતો,તેની મોટર સાયકલ અને બુટ ધુળેટા ગામ નજીકથી પસાર થતી કેનાલનાં નાળા પરથી મળી આવતા ગ્રામજનો કેનાલ પર દોડી આવ્યા હતા અને ગુમ થયેલા ફિરોજખાનની શોધખોળ હાથ ધરી હતી,પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો,
આજે સવારે ઉમરેઠ પોલીસે આણંદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડનાં લાસ્કરો ધટના સ્થળે દોડી ગયા હતા.અને કેનાલમાં શોધખોળ હાથ ધરતા ભારે ઝહેમત બાદ કેનાલમાંથી ફિરોજખાનનો મૃતદેહ મળી આવતા મૃતકનાં પરિવારજનોએ કલ્પાંત મચાવ્યું હતું.
છેલ્લા ત્રણ દિવસથી તે પોતાની ફરજ પર હાજર થયો ન હતો, જેને લઈને અનેક ચકચાર મચી જવા પામી છે,આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે અપમૃત્યુની નોંધ કરી મૃતકનાં મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે હોસ્પીટલમાં ખસેડી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ધુળેટા ગામના ગુમ થયેલ એસઆરપી જવાનનો મૃતદેહ કેનાલમાંથી મળતાં ચકચાર

Recent Comments