ચેન્નાઈ, તા.૬
એમએસ ધોની આઈપીએલ ૨૦૨૦થી ક્રિકેટના મેદાન પર કમબેક કરશે. તે છેલ્લે જુલાઈ ૨૦૧૯માં ન્યૂઝીલેન્ડ સામે વનડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં રમ્યો હતો. તે અત્યારે ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમ સાથે ચેપોક સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરી રહ્યો છે. તેણે શુક્રવારે નેટ્‌સમાં બેક ટૂ બેક પાંચ બોલમાં પાંચ સિક્સ મારી હતી. સ્ટાર સ્પોટ્‌ર્સ તમિલે આ વીડિયો ટિ્‌વટર પર શેર કર્યો હતો.ભારતીય હેડ કોચ રવિ શાસ્ત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે, આઈપીએલમાં ધોની સારું રમીને ટી-૨૦ વર્લ્ડ કપમાં પોતાની દાવેદારી રજૂ કરી શકે છે. તે આઈપીએલમાં કેવું રમે છે, તે ઉપરાંત અન્ય વિકેટકીપર્સનું ફોર્મ કેવું છે તેના પર બધું નિર્ભર કરે છે. ટી-૨૦ વર્લ્ડ કપ માટે આઈપીએલ બહુ મહત્ત્વની ટૂર્નામેન્ટ છે. તેના આધારે વર્લ્ડ કપ સ્ક્વોડ નક્કી થશે.”
ચેન્નાઇ સુપરકિંગ્સ આઈપીએલ ઓપનરમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ૨૯ માર્ચના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમશે.