ન્યુ દિલ્હી,તા.૨૦

આઈપીએલ ૨૦૨૦ની શરૂઆત પછી, એમએસ ધોનીનું નામ દરેક જગ્યાએ ગુંજાઇ રહ્યું છે. ૪૩૭ દિવસના લાંબા બ્રેક બાદ કેપ્ટન મેદાનમાં જોવા મળ્યા છે. પરંતુ ધોની સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે. જેનું કારણ છે ચીની બ્રાન્ડ ઓપ્પો, જેને ધોની હજી પણ પ્રોત્સાહન આપી રહ્યો છે, જ્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધ હાલ નાજુક છે અને ગાલવાન ખીણમાં સરહદ પર બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ધોની નવી ઓપ્પોની જાહેરાતમાં જોવા મળી રહ્યો છે. તેનું ટીઝર સામે આવતાંની સાથે જ લોકો ધોની પર ગુસ્સો કરી રહ્યા છે.

ખરેખર ઓપ્પો ઇન્ડિયાએ તેના ટિ્‌વટર હેન્ડલ પર ધોનીનું એક ટીઝર બહાર પાડ્યું છે. જેમા કંપનીએ કહ્યું છે કે ૨૪ સપ્ટેમ્બરે ધોનીના સંઘર્ષની યાત્રા અંગે જણાવશે. આ વીડિયોને પોસ્ટ કરતા આ મોબાઇલ કંપનીએ લખ્યું છે, ‘અમે જે વ્યક્તિને ક્રિકેટના મેદાન પર મિસ કરી રહ્યા છીએ. અસાધારણ કેપ્ટન એમ.એસ. ધોની તમામ અડચણો પાર કરીને પોતાના પગ પર ઉભા રહેવા માટે પ્રેરિત કરી રહ્યા છે. ૨૪ સપ્ટેમ્બરની આ ભાવનાત્મક યાત્રાને જોવા માટે તૈયાર થઇ જાઓ.

પરંતુ, ચીની કંપની સાથે ધોનીના ગઠબંધનને જોઇને ઘણા ફેન્સ ગુસ્સે થયા અને તેણે માહીને દેશભક્તિથી જોડી ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક યૂઝર્સે લખ્યું, નો મિસ્ટર કુલ, પ્લીઝ ચાઇનીસ બ્રાન્ડ્‌સને પ્રમોટ ન કરો અમે આ દેશ પ્રત્યે અને તેની બ્રાન્ડ પ્રત્યે અમારો શાંત સ્વભાવ ખોઇ ચુક્યા છે. બીજા યુઝરે કંપનીને ટેગ કર્યા અને લખ્યું, તમે ક્યારેય ભારતીય નહીં બની શકો કારણ કે તમે ચિની છો. ચીનમાં જન્મેલા, ચીનમાં મોટા થયા. ચાઇના માં બનાવવામાં અને ભારતમાં એસેમ્બલ છો.. તેથી ચીનમાં પાછા જાઓ, કારણ કે આ ભારત છે, ચીન નહીં. બીજા એક યુઝરે લખ્યું, ‘લેફ્ટનન્ટ કર્નલ ધોનીને કેવી શરમની વાત છે.. શું તમે આ જાહેરતમાં પણ મિલેટ્રી યુનિફોર્મ પહેરશો.