નવી દિલ્હી, તા.૧૧
વર્લ્ડ કપ ૨૦૧૯ની સેમિ-ફાઇનલમાં ભારતની હાર બાદ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસની ચર્ચાઓ થઇ રહી છે. ધોનીના સંન્યાસને લઇને દિગ્ગજ ખેલાડી અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે મૌન તોડ્યું છે. તેમણે ધોનીએ સંન્યાસ લેવો જોઇએ કે નહીં, તે વિશે કહ્યું કે, “આ તેનો વ્યક્તિગત નિર્ણય છે અને આ નિર્ણયનાં મામલે ધોનીને એકલો છોડી દેવો જોઇએ. ક્રિકેટને અલવિદા કહેવું કે નહીં તે ધોનીની વ્યક્તિગત પસંદગીની વાત છે.”
સિચને કહ્યું કે, “લિમિટેડ ઑવરની ક્રિકેટમાં ધોનીનું કેરિયર સ્પેશલ રહ્યું છે. આ તેનો વ્યક્તિગત નિર્ણય છે. સૌએ તેને તેની સ્પેસ આપવી જોઇએ અને તેનું સમ્માન કરવું જોઇએ. સૌએ અફવા ફેલાવવાની જગ્યાએ ભારતીય ક્રિકેટમાં ધોનીએ આપેલા યોગદાનનું સમ્માન કરવું જોઇએ. ભારતીય ક્રિકેટને આટલું યોગદાન આપ્યા બાદ તેણે ખુદ નિર્ણય લેવો જોઇએ.” સોશિયલ મીડિયા પર ઈં્‌રટ્ઠહાર્રૂેસ્જીડ્ઢ ટ્રેન્ડ થઇ રહ્યું છે. લોકો ધોનીના પક્ષમાં સતત ટિ્‌વટ કરી રહ્યા છે.
ભારત રત્ન લતા મંગેશકરે ટિ્‌વટ લખીને કહ્યું કે, “નમસ્કાર ધોનીજી, આજ-કાલ હું સાંભળી રહી છું કે તમે રિટાયર થવા ઇચ્છો છો. કૃપા કરીને તમે આવુ ના વિચારો. દેશને તમારી રમતની જરૂરિયાત છે અને આ મારી રિક્વેસ્ટ છે કે રિટાયરમેન્ટનો વિચાર તમે મનમાં ના લાવો.”