નવી દિલ્હી, તા.૧૯

મહેન્દ્રસિંહ ધોનીએ ૧૫ ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી હતી. ધોનીની આ જાહેરાતથી દુનિયાભરમાં તેના કરોડો ચાહકો આશ્ચર્ય પામ્યા છે. ત્યારે ક્રિકેટના કેટલાક દિગ્ગજ પણ ધોનીના આ નિર્ણયથી ચોંક્યા છે. જો કે, ધોનીના સંન્યાસની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર ક્રિકેટ દિગ્ગજો સહિત ફેન્સ તેને ભવિષ્યની શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તેના કરિયરના શાનદાર પળોને યાદ કરી રહ્યા છે. ધોનીના સંન્યાસની અસર પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે. જ્યાં ધોનીના ઘણા ચાહકો છે. પાકિસ્તાનના દિગ્ગ્જ ક્રિકેટર્સ પણ ધોનીને સોશિયલ મીડિયા થકી ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. પરંતુ આ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરને હાલ પણ લાગે છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ ભારતીય કેપ્ટનને આગામી વર્ષે થનારા ટી૨૦ વર્લ્ડ કપ રમવા અનુરોધ કરી શકે છે. ધોની આઈસીસીની ત્રણે ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટન છે. મીડિયા રિપોર્ટ મુજબ શોએબ અખ્તરે તેના યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે, ‘ધોની આગામી ટી૨૦ વર્લ્ડ કપ રમે એવી સંભાવના છે. તમે વડાપ્રધાનને ના નહીં કહી શકો. પરંતુ આ ખેલાડીની પોતાની પસંદ હોય છે.