નવી દિલ્હી, તા.૯
બીસીસીઆઈએ તાજેતરમાં ખેલાડીઓ માટે નવી ગ્રેડિંગ સિસ્ટમ શરૂ કરી છે. માનવામાં આવે છે કે નવા ગ્રેડ એક માટે હાલના કપ્તાન કોહલી અને ધોની મુખ્ય રીતે જવાબદાર છે. આ બંનેએ સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત સંચાલકોની સમિતિની સાથે થયેલી બેઠકમાં આ સલાહ આપી હતી. જૂના વેતન નિયમો અનુસાર ખેલાડીઓને મુખ્ય રીતે ત્રણ ગ્રેડમાં વહેંચવામાં આવતા હતા. સીઓએના પ્રમુખ વિનોદ રાયએ કહ્યું કે આ સલાહ મુખ્ય રીતે કોહલી અને ધોની તરફથી આવી હતી. તેમનું કહેવું હતું કે આ વર્ગમાં ફકત તે જ ખેલાડીઓને રાખવામાં આવે જે ત્રણેય ફોર્મેટ રમે છે. ટોપટેન રેન્કિંગમાં સામેલ છે. તેઓ એવો ગ્રેડ ઈચ્છતા હતા. જેમાં પ્રદર્શન કરનારા ખેલાડીઓને પુરસ્કાર આપી શકાય અને કોઈપણ ખેલાડી સ્થાયી રીતે કોઈ એક ગ્રેડમાં રહી શકશે નહીં. કારણ કે તેમનું આકલન પ્રદર્શનના આધારે થશે. એટલે કે જો તમે સારૂં પ્રદર્શન નહીં કરો તો તમારો ગ્રેડ ઓછો થઈ જશે.