અમદાવાદ, તા.રપ
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ર૦ર૦માં લેવાયેલી ધો.૧૦ અને ૧રની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજ અને સ્થળ પર ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સજાની સુનાવણી જિલ્લાકક્ષાએ કરવામાં આવ્યા બાદ દોષિતોને સજાના હુકમો કરવામાં આવ્યા છે. આ હુકમ સામે નારાજ વિદ્યાર્થીઓ ગાંધીનગર શિક્ષણ બોર્ડ ખાતે અપીલ કરી શકે છે. મોટાભાગના વિદ્યાર્થીઓને આ અંગેની જાણકારી ન હોવાથી તેઓ વંચિત ન રહી જાય તે માટે હુકમ મળ્યાના ૧૦ દિવસમાં અપીલ કરવા જણાવાયું છે. શિક્ષણ બોર્ડ ગાંધીનગરની પરીક્ષા સમિતિના સભ્ય ડૉ.પ્રિયવદન કોરાટે એક યાદીમાં જણાવ્યું છે કે, કોરોનાની મહામારીને લીધે વિદ્યાર્થીઓને ગાંધીનગર જવું ન પડે તે હેતુથી ધો.૧૦ અને ૧રની પરીક્ષાના સીસીટીવી ફૂટેજ અને સ્થળ પર થયેલા ગેરરીતિના કેસોની જિલ્લાકક્ષાએ જે તે જિલ્લાના શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તાલીમ ભવનના પ્રિન્સિપાલ દ્વારા રૂબરૂ સુનાવણી કરી દોષિત વિદ્યાર્થીને સજાના હુકમો કરવામાં આવેલ છે. આ હુકમ સામે વિદ્યાર્થી નારાજ હોય તો શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે અપીલ કરી શકે તેવી જોગવાઈ અને બોર્ડની સૂચના હોવા છતાં અમુક જિલ્લાઓમાં જિલ્લાકક્ષાએ વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા જાણકારી આપેલ ન હોવાથી વિદ્યાર્થી તેના મૂળભૂત હક્ક એટલે કે, શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે અપીલ કરવાથી વંચિત રહી ગયા છે. આ બાબત શિક્ષણ બોર્ડના ધ્યાને આવતા બોર્ડે તેના તા.ર૪/૬/ર૦ર૦ના પત્રથી વિદ્યાર્થીને જિલ્લાકક્ષાએ થયેલ હુકમથી નારાજ હોય તો હુકમ મળ્યાથી દિવસ ૧૦માં નાયબ નિયામક (પરીક્ષા) ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગરને અપીલ કરવાની ખાસ સૂચના જિલ્લા શિક્ષણાધિકારી મારફત સંબંધિતોને આપેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિના સભ્યોને જિલ્લાની રૂબરૂ સુનાવણીમાં ઇટ્ઠહર્ઙ્ઘદ્બઙ્મઅ હાજર રહેવાની સૂચના હોવા છતાં અમુક જિલ્લાઓમાં પરીક્ષાર્થીઓને શું સજા કરી ? તેની કોઈ જાણકારી પરીક્ષાર્થીને જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવેલ નથી. આ સંજોગોએ જિલ્લાના નિર્ણયથી જે પરીક્ષાર્થી નારાજ હોય, તેઓ અપીલ કરી શકે છે.