અમદાવાદ, તા.રર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧રની પૂરક પરીક્ષાઓ આગામી ર૩થી ર૮ ઓગસ્ટ દરમ્યાન લેવામાં આવશે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. બોર્ડની આ પૂરક પરીક્ષામાં રાજ્યભરમાંથી અંદાજે એક લાખ વિદ્યાર્થીઓ બેસનાર છે. પરીક્ષા અંગેનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. તા.રપ ઓગસ્ટના રોજ ધોરણ-૧૦માં ગુજરાતી (પ્રથમભાષા) તેમજ અન્ય પ્રથમભાષાનું પેપર લેવાશે જ્યારે ધોરણ-૧ર વિજ્ઞાનપ્રવાહમાં સવારના ગણિત અને બપોર બાદ જીવ વિજ્ઞાનનું પેપર લેવાશે. જ્યારે સામાન્ય પ્રવાહમાં એક વિષયની પૂરક પરીક્ષા તા.ર૩ ઓગસ્ટના રોજ લેવાશે પરીક્ષાની વધુ વિગતો કોષ્ટકમાં જોઈ શકાય છે.