(સંવાદદાતા દ્વારા) ધોરાજી, તા.ર૪
આજે નાણાં પાછળ દોડતો માનવી સ્વાર્થી અને લાલચુ બન્યો છે ત્યારે પારકાનું અને વગર મહેનતનું લઈને આપણે શું કરવું છે ? તેવી ઉમદા વૃત્તિનો દાખલો ધોરાજી એસ.ટી. વિભાગમાં બનવા પામ્યો છે. જેમાં એસ.ટી.ના ડ્રાયવર-કન્ડકટરે રૂા.ર૦,૦૦૦ની રોકડ ભરેલું પાકિટ તેના મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ ધોરાજી ડેપોની ધોરાજી ગોંડલ રુટની બસમાં મૂસાફરી કરતા ગોંડલ તાલુકાના ધોરીધાર ગામના મૂસાભાઈનંુ રૂપીયા વીસ હજાર રૂપિયા ભરેલું પાકિટ પડી ગયુ હતું તે બસના કંડકટર પ્રફુલભાઈને ખબર પડતા ડ્રાઈવર ભૂપેન્દ્રસિંહને જાણ કરી હતી અને બન્નેએ એસ.ટી.ના એટીએસ વી. એમ. જાડેજાને જાણ કરી હતી તે બધા એ સાથે મળી મૂળ માલીક મૂસાભાઈને વીસ હજાર રૂપિયા ભરેલું પાકિટ પરત કર્યું હતું. મુસાભાઈએ બન્ને કંડકટર તથા ડ્રાઈવરની પ્રમાણીકતાને બિરદાવી હતી તેમને દુવાઓ અને આશીર્વાદ આપ્યા હતા.