અમદાવાદ,તા.૬
ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ હેમંતકુમાર અરવિંદભાઈ દવેએ આજરોજ આરોપી સલીમ ચાદરને ભારતીય દંડ સંહિતા કલમ ૩૭૯ ૪૨૯ તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કલમ ૨૦૧૭ની કલમ ૮ મુજબ તકસીરવાન ઠરાવી અને રૂપિયા એક લાખ બે હજાર દંડ તથા ૧૦ વર્ષની સજા ફરમાવેલ છે. કેસની વિગત મુજબ આરોપીના ઘરે પોતાની દીકરીના લગ્ન હતાં તેમણે ફરિયાદી સત્તારભાઈ માજોઠીના ઘરેથી વાછડી ચોરી હતી અને આ વાછડી કાપી અને તેની બિરયાની બનાવી તેમના લગ્નમાં આવેલ મહેમાનોને જમાડેલ હતા. આ અંગે ફરિયાદી સત્તારભાઈ માજોઠીએ ધોરાજી પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં ગુનો નોંધી અને ચાર્જશીટ કરવામાં આવેલ હતું. આ કામમાં તપાસ થયેલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ધોરાજીના વેટરનરી ઓફિસર ઠુંમર તરફથી મળેલા અવશેષો ગૌવંશ હોવાના પ્રમાણભૂત આધારો અને એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનની સરકારી વકીલની પારેખની દલીલ તથા અન્ય તમામ સંજોગો ધ્યાને લઇ ધોરાજીના એડિશનલ સેશન્સ જજ હેમંત કુમાર અરવિંદભાઈ દવેએ આરોપી સલીમ કાદરને દસ વર્ષની સજા અને રૂપિયા એક લાખ ૨૦૦૦ દંડ ફરમાવેલ છે. માહિતી મુજબ સુધારા અધિનિયમ પછીની આ રાજ્યની સૌપ્રથમ સજા છે.