(સંવાદદાતા દ્વારા) ધોરાજી, તા.૧ર
ધોરાજીમાં ‘અતુલ સોલવન્ટ’ માં ચાલતા સ્ક્રેપ કટીંગ વખતે બ્લાસ્ટ થતાં એક મજૂરનું ઘટના સ્થળે મુત્યુુ થયું છે ચાર ગંભીર ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
ધોરાજીમાં આજરોજ જેતપુર રોડ પર આવેલ અતુલ સોલવન્ટમાં ચાલતા સ્ક્રેપ કટીંગના કામકાજ વખતે બ્લાસ્ટ થતાં ગેસ કટીંગ કરનાર જાડેજા જયુભા (રહેવાસી બારા, તાલુકા જામખંભાળીયા)નું મૃત્યુ થયેલ હતું જેમાં અન્ય ચાર જણાને ઈજા થયેલ હતી જેને ૧૦૮ની મદદથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવેલ હતા. આ બનાવ અંગે ધોરાજી માનવ સેવાના ધરમેન્દરભાઈ અને ભોલાભાઈ સોલંકીને જાણ થતાં ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવેલ અને તેમના સગા સંબંધીઓને જાણ કરેલ હતી. આ બનાવની જાણ નગરપાલિકાને થતાં ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધેલ હતી. આ અતુલ સોલવન્ટ ઘણા સમયથી બંધ હાલતમાં હોય તેવુ જાણવા મળ્યું છે.