(સંવાદદાતા દ્વારા) ધોરાજી, તા.૧૧
ધોરાજીની કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં સેનિટેશન શાખાના ચેરમેન હનિફ કાદરમીંયા સૈયદએ ચેરમેનપદેથી રાજીનામું ધરી દેતાં ચકચાર મચી જવા પામી હતી.ધોરજી નગરપાલિકામાં લોકોના આરોગ્યનાં પ્રશ્નોની સેનિટેશન શાખાના ચેરમેનની રજૂઆતો ખૂદ નગરપાલિકાના અધિકારીઓ ગણકારતા ન હોવાથી તંગ આવેલા પાલિકાના ચેરમેને રાજીનામું આપ્યું હોવાના આક્ષેપો કર્યા છે.આ સાથે જ તેમણે અધિકારીઓના ખાતરમાં લાલીયાવાડીની તપાસની માંગ સાથે અન્ય લોક સુખાકારીના કામો ન થતાં હોવાથી તપાસની માંગ કરી છે. ધોરાજીમાં હાલ ૩૫ જેટલાં નગરપાલિકાના નાનાં-મોટાં મૂતરડી અને સંડાસ આવેલ છે. જેને ભુગર્ભ ગટર સાથે જોડવાનું કામગીરી નથી કરી. જેથી તેનાં ગંદા પાણી રોડ પર નિકાલ ન થતાં નિકળે છે અને ભુતનાથ મંદિર પાસે પણ સફાઈ ના થતાં ત્યાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવાં મળે છે. આવી અનેક રજૂઆત હનિફભાઇ કાદરમિયાં સૈયદ ચેરમેને અધિકારીને મૌખિક કરેલ પણ અધિકારીએ આવી રજૂઆતને ગણકારી નથી એવું જણાવેલ બોડી કે પ્રમુખ તરફથી વાંધો નથી પણ જવાબદાર અધિકારી તરફથી વાંધો હતો. જેથી કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં સેનિટેશન શાખાના ચેરમેને ચેરમેન પદેથી રાજીનામું ધરી દીધું હતુ.
ધોરાજી નગરપાલિકાની સેનિટેશન શાખાના ચેરમેને આપેલું રાજીનામું

Recent Comments