(સંવાદદાતા દ્વારા) ધોરાજી, તા. ર૦
ટ્રક એસોસિએશન-ધોરાજી આજે રાષ્ટ્રવ્યાપી બંધના એલાનમાં જોડાઈ ટ્રકો બંધ રાખી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો હતો.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સફર કોંગ્રેસ સમિતિ, ન્યુ દિલ્હીનાં એલાન મુજબ ઓલ ઈન્ડિયા દેશ વ્યાપી ચક્કાજામ અનુસાર ધોરાજી તાલુકાના ટ્રક એસોસિએશન-ધોરાજીના સર્વ ટ્રક માલિકોએ તથા સર્વ મોટર્સના માલિકોઆ એલાનમાં જોડાય છે. આ એલાનમાં અમારી માંગો નીચે મુજબ છે. (૧) ડીઝલની કિંમતોમાં ઘટાડો તેમજ દરેક રાજ્યમાં સમાન કિંમત અને રોજરોજ ભાવફેરને બદલે ત્રિમાસીક ધોરણે ભવાની સમીક્ષા (ર) ટોલ બેરીયર ફી ભારત (૩) થર્ડ પાર્ટી પ્રિમીયમમાં ઘટાડો તેમજ પારદર્શકતા અને ઈન્સ્યોરન્સ પોલીસી પર જીએસટી નાબૂદી (૪) ટ્રાન્સપોર્ટના ભાડા ઉપર ટીડીએસની નાબૂદી, ઈન્કમટેક્ષના અધિનિયમ દ્વારા ૪૪ એઈમા અનુમાનીત આવકમાં તર્કસંગત ઘટાડો અને ઈ-વે બીલમાં પડતી તકલીફની સમીક્ષા (પ) બસો તેમજ ટુરીસ્ટ વાહનો માટે નેશનલ પરમીટ
Recent Comments