ધોરાજી, તા. ર૪
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક અતરીપ સૂદની સૂચના મુજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આયાત થતો દારૂ તથા જુગારની બંદીને સંપૂર્ણ રીતે નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલ.જે સૂચના તથા માર્ગદર્શન હેઠળ આજરોજ ધોરાજી પો.સ્ટે.ના પો.ઇન્સ એમ.વી. ઝાલાની સૂચના મુજબ પો.સબ ઇન્સ. જે.વી. વાઢિયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જે.વી. વાઢિયાને મળેલ ચોકકસ હકીકત આધારે જૂનાગઢ ધોરાજી હાઇવે રોડ તોરણિયા પાટીયા પાસેથી એક નંબર વગરનું મો.સા. સાથે દૂધના કેનમાં છૂપાવેલ દેશી દારૂ લી. ૧૪૦ કિ.રૂ. ૨૮૦૦/- તથા મોબાઈલ નં.૨ કિ.રૂ. ૧૦૦૦/- તથા મો.સા. કિ.રૂ. ૨૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨૩,૮૦૦/-ના મુદામાલ સાથે કાયદાની સંઘર્ષમાં આવેલ કિશોર ભરત માંડાભાઇ મોરી (રહે.જૂનાગઢ)ને પકડી પાડી પ્રોહી એકટ હેઠળ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.