(સંવાદદાતા દ્વારા)
ધોળકા, તા.૨૧
ધોળકા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કૌકા અને જલાલપુર વજીફા ગામોમાં ખેડૂત સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેડૂત સંમેલનોમાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીનીએ ખાસ હાજર રહી જનસંપર્ક અભિયાન દ્વારા ખેડૂતોને ગામડે-ગામડે માર્ગદર્શન આપી કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાનો વિરોધ કરવા કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂતોને હાકલ કરી હતી. તેમણે આગામી સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીના કામમાં લાગી જઈ કોંગ્રેસનો જ્વલંત વિજય થાય તે માટે તનતોડ મહેનત કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજસિંહ વાઘેલા, કોંગ્રેસ અગ્રણીઓ ગૌતમ રાવલ, ચંદનસિંહ ચાવડા, મુર્તુઝાખાન પઠાણ, ઐયુબખાન પઠાણ, મગનભાઈ જાદવ, મનીષભાઈ મકવાણા, આત્મારામ ચૌહાણ, ફિરોજખાન પઠાણ, વિક્રમસિંહ વાઘેલા, અશ્વિન રાઠોડ, અશ્વિન સોનારા, દિનેશ મકવાણા, ઇસમાઈલભાઈ ઘાંચી, મન્સુરખાન તાલુકદાર વગેરે ખાસ હાજર રહ્યા હતા. આ ખેડૂત સંમેલનોનું સફળ સંચાલન મુનાફભાઈ રાધનપુરી અને હરીશભાઈ પરમારે કર્યું હતું.