અમદાવાદ જિલ્લાનાં ધોળકા શહેરમાં આવેલ ટાવર બજાર , કાઠીબજાર, ચોકસી બજાર , દાણા બજાર, લકીચોક, જામપીઠ બજાર , મોચી બજાર, દોશીહાટ, અલકા રોડ , ક્લીકુંડ સહિતના બજારોમા દિવાળીની છેલ્લી ઘડીની ઘરાકી ખૂલતાં દુકાનદારોના ચેહરા ઉપર ચમક આવી ગઈ છે.છેલ્લા ત્રણ દિવસથી ધોળકાના બજારોમાં લોકોની ભારે ભીડ જામે છે.લોકો દિવાળી નિમિત્તે મીઠાઈ , રેડીમેડ કપડાં, પગરખા,ફટાકડા સહિતની અનેક ચીજવસ્તુઓ ખરીદતા નજરે પડી રહ્યા છે.