ભારતીય જનતા પાર્ટી ધોળકા તાલુકા પ્રમુખ દિગ્વીજયસિંહ મસાણી અને તેમની ટીમ દ્વારા જન જાગરણ અભિયાન (આત્મનિર્ભર ખેડુત)અંતર્ગત વારણા, વાલથેરા અને આંબલીયારા ગામે ખાટલા બેઠકનું આયોજન ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. ખેડા લોકસભા સાંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ, ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાઓ તેમજ આજુબાજુ ગામના ખેડૂતો હાજર રહ્યા.જેમાં મંત્રી અને સાંસદ સભ્યશ્રી એ સંસદમાં પાસ થયેલ કૃષિવિષયક વિધેયકની જગતના તાત ખેડૂતોને સાચી માહિતી આપી હતી.
(તસવીર : લિયાકત મનસુરી, ધોળકા)