(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૧૬
અમદાવાદ દિલ્લાના ધોળકા નગરમાં કેટલાક દિવસથી અમુક અસામાજિક તત્ત્વો વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવી રહ્યા છે. ધોળકામાં કોમી એકતા અને ભાઈચારાનો અનોખો માહોલ પોલીસ તંત્ર તથા સ્થાનિક રાજકીય અગ્રણીઓ સહિત નગરના હિન્દુ-મુસ્લિમ આગેવાનોના અથાક્‌ પ્રયત્નોથી જોવા મળી રહ્યો છે. ત્યારે અમુક અસામાજિક તત્ત્વો અમુક પ્રકારની ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. અને ગામનું વાતાવરણ ડહોળવાના પ્રયત્નો કરી રહ્યા છે. જેના કારણે નગરમાં અશાંતિ ફેલાય તેવું વાતાવરણ ઊભું થાય તેમ છે. અમુક અસામાજિક તત્ત્વો નગરનું વાતાવરણ બગાડવા માટે એફવાઓ સહિતના નવા નવા નુસખાઓ આજમાવી રહ્યા છે. ત્યારે ધોળકા પોલીસ તથા સ્થાનિક હિન્દુ-મુસ્લિમ આગેવાનો અને રાજકીય અગ્રણીઓના પ્રયત્નોથી શાંતિનું વાતાવરણ જળવાઈ રહ્યું છે. ધોળકા ડિવિઝનના એ.એસ.પી. નિતેશ પાંડેય (I.P.S) તથા ટાઉન પી.આઈ એલ.બી. તડવીએ જણાવ્યું હતું કે, ધોળકા નગરમાં કોઈએ પણ ખોટી અફવાઓથી ડરવાની જરૂર નથી. કોઈપણ પ્રકારની કોઈપણ પદ્ધતિથી અફવા ફેલાવનાર અસામાજિક તત્ત્વોની પૂરે પૂરી તપાસ કરી તે વ્યક્તિ ઉપર કાયદેસરની કાનૂની કડક કાર્યવાહી કરવામાં આવશે. નગરમાં ખોટી અફવાઓ ફેલાવતા તત્ત્વો નગરા્‌જનોના ધ્યાને આવે તો ધોળકા પોલીસનો રૂબરૂ સંપર્ક કરી જાણ કરવી. ખોટી અફવાઓને ધ્યાન ઉપર લેવી નહીં. ધોળકા પોલીસની મદદ લઈ નગરમાં કોમી એકતા અને ભાઈચારાનો માહોલ કાયમી ધોરણે જળવાઈ રહે તે માટે નગરજનોએ પ્રયત્નો હાથ ધરવા જોઈએ.