(સંવાદદાતા દ્વારા)
ધોળકા, તા.૧ર
સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ અન્વયે ધોળકા શહેરમાં મધીયા વિસ્તારમાં ધોળકા નગરપાલિકા દ્વારા બનાવવા માં આવેલ વિશાળ વિરાટ સરોવર લોકાર્પણ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને ૧૪મું નાણાપંચ ગ્રાન્ટ અન્વયે સીસી આરસીસી.પેવર બ્લોક પીવા ના પાણીના પાણીની લાઈન, ગટરલાઈન, કમ્પાઉન્ડ વોલના કુલ ૫૯ કામો જેની અંદાજિત કિંમત ૫.૨૭ કરોડના ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી તેમજ ધોળકાના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવેલ તેમની સાથે ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણ ગુજરાત રાજ્ય ખાદી બોર્ડના ચેરમેન કુશળસિંહ પઢેરીયા નગરપાલિકાના પ્રમુખ ભરતભાઇ પટેલ પ્રાંત અધિકારી જાલંધરા કાંતિભાઈ લકુમ કીરીટસિહ ડાભી, જિલ્લા ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ મંડોરા, જિલ્લા મંત્રી માણેકબેન પરમાર, શહેર પ્રમુખ જે ડી પટેલ, નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલર શ્રી ઓ. ચીફ ઓફિસર શ્રી કટારા તાલુકા પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી, વકીલ મંડળના પ્રમુખ આર.એમ.પૂજારા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો આઞેવાનો તેમજ વિશાળ સંખ્યામાં પ્રજાજનો હાજર રહ્યા હતા વિરાટ સરોવર તમામ સુવિધાઓથી સજ્જ બાળકોને રમવા માટે બગીચા, વોકિંગ ટ્રેક, બેસવા માટેની સુવિધા, ગાર્ડન પાર્ટી પ્લોટ વગેરે ધોળકા નગરપાલિકાએ પાંચ વર્ષ સતત કામગીરી ધોળકાની પ્રજાને આ સુંદર તળાવ ભેટ સ્વરૂપે આપેલ છે.