ધોળકા, તા.૨૨
અમદાવાદ જિલ્લાના ધોળકા ટાઉનમાં તા.૨૧-૦૬-૨૦૨૦ના રોજ કોરોનાએ ફરીથી જાણે ઉછાળો માર્યો હોય તેમ વધુ ૧૦ પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં ચારશેરી, કડિયાશેરી, યાશરવીલા, મોટી વોરવાડ, પાનારાવાડ, ગધેમાર, ગુંદરા વિસ્તારોમાં આ કેસો નોંધાયા છે. જ્યારે ધોળકા ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ધોળકા શહેરમાં કોરોનાને કારણે વધુ એક દર્દીનું મૃત્યું નીપજ્યું છે. મૃત્યુંઆંક ૨૧ ઉપર પહોંચ્યો છે. ધોળકા ખાતે આજે આરોગ્ય વિભાગ દ્વારા ૧૨ સેમ્પલ લેવામાં આવ્યા હતા.