ધોળકા, તા.૨૫
ધોળકામાં કોરોનાનાં કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે કોરોના પોઝિટિવના ધોળકા ટાઉનમાં બે અને ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ કેસો નોંધાયા છે. ધોળકાની તીર્થનગર સોસાયટીમાં રહેતા વિપુલ ભીખાભાઇ મકવાણા નામનાં દર્દીનું કોરોનાનાં કારણે કરૂણ મોત નીપજ્યું છે. તા.૨૫/૦૬/૨૦૨૦ ના રોજ ધોળકા શહેરના આતિથ્ય બન્ગલોઝમાં એક અને સોનારકૂઈમાં એક કોરોના પોઝિટિવનો કેસ નોંધાયો છે.જ્યારે ધોળકા ગ્રામ્ય વિસ્તારના રામપુર ગામમાં એક અને ત્રાસદ ગામમાં બે કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.આમ ધોળકા પંથકમાં આજે કોરોના પોઝિટિવના કુલ પાંચ કેસો નોંધાયા છે.