ધોળકા , તા.૮
અમદાવાદ જિલ્લાના ધોળકામાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. તંત્ર દ્વારા કોરોનાને કાબુમાં લેવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આમ છતાં રોજેરોજ પોઝિટિવ દર્દીઓની સઁખ્યાં વધી રહી છે. તા.૦૮/૦૬/૨૦૨૦ના રોજ ધોળકા ટાઉનમાં કોરોના પોઝિટિવના નવ ચાર કેસો નોંધાયા છે. જેમાં એક રાધનપુરીવાડમાં, એક સિમલા હોટલ પાસે, એક યાશરવીલા ( બેકાટેકરી ) અને એક ખોખર ચકલા વિસ્તારમાં નોંધાયો છે. કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૧૨૬ ઉપર પહોંચી છે. કોરોનાના કારણે ધોળકાના દર્દી ગુલામમૈયોદ્દીન ઉમરભાઈ વેપારીનું વડોદરા ખાતે સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. ધોળકામાં કોરોનાના કારણે અત્યાર સુધી આઠ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.