ધોળકા, તા.૯
ધોળકાના ક્લીકુંડમાં કોવિડ-૧૯ના વધુ બે કેસો નોંધતા અત્યાર સુધી કુલ બાવન કેસો નોંધાયા છે. આથી કલેકટર દ્વારા સમગ્ર ધોળકાને બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. ધોળકાના ૧૮ વિસ્તારોને કન્ટેનમેન્ટ જાહેર કરી પતરાં ફિટ કરી દેવાયા હતા. જેમાં ગુજરાત હાઉસિંગ, શેત્રુંજય સોસાયટી, કપૂરવડા, દયાવાળા, ભીમશેઠની પોળ, સરસ્વતી સોસાયટી, મહાવીરનગર સોસાયટી, ક્રિશ્ના પાર્ક સોસાયટી, અર્ચનમ સોસાયટી, અયોઘ્યા સોસાયટી, ગાંધીવાળા, સાઈદર્શન સોસાયટી, બાલાજી સોસાયટી, પંચાપોલ, દેવ વિહાર સોસાયટી, વેજલપુર ગોળવાડ, ખાડિયાનો સમાવેશ થાય છે. ધોળકામાં દૂધ અને દવાની દુકાનો સિવાય તમામ દુકાનો તા.૧૭/૦૫/૨૦૨૦ સુધી બંધ રહેશે. રાત્રીના ૭થી સવારના ૭ વાગ્યા સુધી અઘોષિત રાત્રી કરફ્યુ જેવી સ્થિતિ હોય છે. દરમિયાન તંત્ર દ્વારા જણાવાયું છે કે, જે લોકો કેડીલા ફાર્મા.માં નોકરી કરતા હોય તેવા તમામ લોકોએ સામે ચાલીને આરોગ્ય વિભાગનો સંપર્ક કરીને મેડિકલ ચેકઅપ કરાવી લેવું જેથી સંક્રમણ અટકાવી શકાય.