ધોળકા, તા.૩
ધોળકામાં કોરોનાના કેસો અટકવાનું નામ નથી લેતા. ત્યારે ધોળકા શહેરમાં કોરોનાના પોઝિટિવ બે કેસો નોંધાયા છે. જેમાં રેનવાડામાં એક પુરૂષ અને સાનિધ્ય રેસિડેન્સી (ક્લીકુંડ – પુલેન રોડ)માં એક પુરૂષનો સમાવેશ થાય છે. ધોળકામાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો ૯૫ ઉપર પહોંચ્યો છે. દરમિયાન ઘાંચીઢાળ, બાબુડીચોક અને સોનિવાડના નાકા વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાતા નગરપાલિકા દ્વારા આ વિસ્તારોના માર્ગો અને ગલીઓમાં પતરા ફિટ કરાયા છે.