ધોળકા, તા. ૪
ધોળકા શહેર અને તાલુકામાં કોરોનાએ માઝા મૂકી છે. ત્યારે આજ રોજ ધોળકા પંથકમાં કોરોના પોઝિટિવના ૧૦ કેસો નોંધાયા છે. જેમાં ધોળકા ટાઉનમાં પાંચ કેસોનો સમાવેશ થાય છે. જેમાં કસાઈવાડામાં એક પુરૂષ, ગડીતવાડામાં એક પુરૂષ, ખાડીયા મસ્જિદ પાસે એક મહિલા, ત્રિપદા સોસાયટી ક્લીકુંડમાં એક મહિલા અને અયોધ્યા સોસાયટી ક્લીકુંડમાં એક પુરૂષનો સમાવેશ થાય છે. જ્યારે ધોળકા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ પાંચ કેસો નોંધાયા છે. જેમાં સરોડા ગામમાં એક મહિલા, જલાલપુરમાં એક પુરૂષ, ચંડીસરરમાં એક મહિલા અને એક પુરૂષ, આબલિયારામાં એક પુરૂષરનો સમાવેશ થાય છે. આમ ધોળકા પંથકમાં કોરોનાના વધુ ૧૦ કેસો સાથે કુલ આંક ૧૦૦ને વટાવીને ૧૦૫ ઉપર પહોંચતા નગરજનો ચિંતાતુર બન્યા છે.દરમિયાન ધોળકોના એક કેદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મુકવા જનારા ધોળકા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.