(સંવાદદાતા દ્વારા) ધોળકા,તા.૨૦
ધોળકા ખાતે કોરોના મહામારી દરમિયાન જીવનાં જોખમે ફરજ બજાવનારા ડોકટરો, પોલીસ કર્મીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, સફાઈ કર્મીઓ અને પત્રકારોનું એપેક્ષ બેકરી, ધોળકા દ્વારા “સુપર હીરો”નું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંત અધિકારી આર.એમ. જાલંધરા, ધોળકા ટાઉન પીઆઇ એલ.બી.તડવી, ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે.કટારા, ધોળકા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.મુનિરાબેન માસ્ટર, ડો.યશપાલસિંહ મકવાણા, ડો.અખ્તરહુસેન મોમીન, ડો.આબીદહુસેન મોમીન, ડો.એમ.જી.મોમીન (મરણોત્તર સન્માન), હેડ નર્સ વિજયા આર.ઇશાક , ધોળકા નગરપાલિકાના સેનેટરી વિભાગના નરેશભાઈ ઉપરાંત સ્થાનિક પત્રકારો નરેશગીરી ગોસ્વામી (સંદેશ), લિયાક્ત મનસુરી (ગુજરાત ટુડે), કાળુભાઈ ચાવડા (ગુજરાત સમાચાર), અરવિંદ ઠાકોર (TV 9 ),જસ્મિન દવે (ક્રાઈમ બુલિટીન), પ્રેસ ફોટોગ્રાફર મોહંમદી કાંટાવાળા, સામાજિક કાર્યકર રસિકભાઈ રાઠોડ સહિતનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કોન્સેપ્ટ બ્રાન્ડ પોઝિટિવ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.