ધોળકા , તા.૨૬
ધોળકામાં કોરોનાની મહામારી દૂર કરવા માટે આજે ધન્વંતરી આરોગ્ય રથનું આગમન થતાં કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ એ નવી નગરપાલિકા ખાતે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.ધોળકા શહેર – તાલુકાની પ્રજામાંથી કોરોનાનો ડર દૂર થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયતના સહયોગથી ધનવન્તરી આરોગ્ય રથ ધોળકા મોકલવામાં આવેલ છે.આ રથમાં પેરામેડીકલ સ્ટાફ , દવાઓ , બીપી ઇનસ્ટ્રુમેન્ટ, પેથોસ્કોપ, પલ્સ ઓફ મીટરથી સજ્જ જરૂરી સુવિધા ધરાવતો રથ ધોળકા શહેર અને તાલુકાના કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવવામાં આવશે. આ કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકાના પ્રમુખ ભરતભાઇ પટેલ, પ્રાંત અધિકારી આર.એમ.જલનધરા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, મહેન્દ્રસિંહ મન્ડોરા, તાલુકા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ મસાની, મ્યુનિ.સભ્યો, સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતાં.