ધોળકા , તા.૧૯
અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે કાઝીટેકરા વિસ્તાર માં ગત સાંજ આશરે ૭.૪૫ વાગ્યા ના સુમારે ગાય ને ડન્ડો મારવા પ્રશ્ને માથાૂટ થતા ટોળાં દ્વારા પથ્થરમારો અને બાઇક ને આગ ચાંપવાનો બના બનેલો.ધોળકા ના એ.એસ.પી. નિતેશ પાંડેય અને ટાઉન પી.આઈ. એલ.બી.તડવી પોલીસ કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે પોહચી જઈ ને પરિસ્થિતિ ને કાબૂ માં લીધી હતી.ધોળકા ઉપરાંત બાવળા , બગોદરા , કોઠ સહિત ધોળકા ડિવિઝન ની પોલીસ સાથે જિલ્લા એલસીબી અને એસઓજી ના જવાનો હાલ ધોળકા માં બન્ડોબસ્ટ માં જોડાયા છે.સંવેદનશીલ વિસ્તારો માં પોલીસ પોઇન્ટ ગોઠવાયા છે.રાત્રે અમદાવાદ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર અસારી એ પણ ધોળકા ની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી.હાલ ગામ માં સંપૂર્ણ શાંતિ છે.તમામ બજારો રાબેતા મુજબ ચાલુ છે.આ બનાવ અંગે ધોળકા પોલીસ સ્ટેશન માં વિશાલભાઈ નારણભાઈ રબારી ( રહે.શિવજી મન્દિર પાસે , જિયા કૂવા , ધોળકા ) એ ૧૬ ઈસમો સામે નામ જોગ સહિત અન્ય ૨૫ થી ૩૦ માણસો ના ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદ માં આરોપી તરીકે (૧) સાબિર હુસેન અબ્દુલરજાક પાનારા (૨) ઝહીર હાજીભાઈ પાનારા રાજકમલ વાળા (૩)મહંમદભાઈ હાજીભાઈ પાનારા રાજકમલ વાળા (૪) ફતેહમહંમદ અબ્દુલકાદર પાનારા (૫) જાઈદહુસેન ફતેહમહંમદ પાનારા (૬) આરીફ મહંમદભાઈ પાનારા રૂઠ વાળા (૭) નૂરમહમદ પાનારા (૮) બોથમ પોલ વાળો (૯) આલમ મુરઘી (૧૦) ઉસ્માન બકરો (૧૧) સદ્દામહુસેન પાનારા (૧૨) નિઝામુદ્દીન પાનારા (૧૩)ઝહીરભાઈ પાનારા (૧૪) હાકિમભાઈ પાનારા (૧૫) મુઝફ્ફરહુસેન ગુલામમયૂદિન મલેક (૧૬) સાબિરહુસેન ગુલામનબી શેખ ( તમામ રહે.ધોળકા જી. અમદાવાદ ).આ પોલીસ ફરિયાદ માં દર્શાવાયું છે કે ફરિયાદી વિશાલભાઈ રબારી પોતાની ગાય લઇ ને જતા હતા તે દરમિયાન આરોપી ન.૧ નાઓ એ ફરિયાદી ની ગાય ને લાકડા નો ડંડો મારેલ.આથી ફરિયાદી એ ડન્ડો કેમ માર્યો એમ કહેતા આરોપી ન . ૧ નું ઉપરાણું લઈને આરોપી ન.૨ થી ૧૬ તથા બીજા ૨૫ થી ૩૦ માણસો ના ટોળાં એ એકસમ્પ થઈ મારક હથિયારો સાથે આવી ફરિયાદી અને સાહેદો ને ગાડડાપાટું નો માર મારી તેની મોટરસાયકલ ની તોડફોડ કરી ખિસ્સા માં થી રૂ.૫૦૦ ની લૂંટ કરી પથ્થરમારો કરી મોટરસાયકલ ને આગ લગાડી ગુનો કરેલ.ધોળકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.