(સંવાદદાતા દ્વારા) ધોળકા,તા.૪
ધોળકાના હાર્દ સમા વિશાળ આકાર લઇ રહેલા વિરાટ સરોવરની આજરોજ રૂબરૂ મુલાકાત ગુજરાત રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધી હતી. રૂા પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ભરતભાઇ પટેલ, મહેન્દ્રસિંહ મંડોરા, દિગ્વિજયસિંહ મસાણી, કાઉન્સિલર રાજુ ભાઈ દેસાઈ, કનુભાઈ પરમાર સંજયભાઈ પટેલ, બકાભાઇ બારોટ , મહેન્દ્ર સિંહ જાદવ, કિરણભાઈ પટેલ, યશવંતભાઈ મિસ્ત્રી તેમજ આવવાનું કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર હતા તળાવનું કામ ઝડપથી પૂરું થાય તથા આ તળાવ લોકોના ઉપયોગ માટે લોકોની સુખાકારી માટે સમર્પિત કરવા નગરપાલિકાના સત્તાધીશોને જરૂરી સૂચનાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી હતી.