નાત શરીફની સાથે બિભત્સ વીડિયો બનાવી ફેસબુક ઉપર મૂકતાં મુસ્લિમોની લાગણી દુભાઈ
ધોળકા, તા.૭
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં એક યુવકે ફેસબુક ઉપર હઝરત મોહંમદ પયગંબર સાહેબ (સ.અ. વ.)ની શાનમાં બેહૂરમતી કરતો વીડિયો પોસ્ટ કરી વાયરલ કરતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે.આ યુવક વિરુદ્ધ ધોળકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ધોળકા પોલીસે તાત્કાલિક આ આરોપીને શોધી કાઢી ધરપકડ કરી જેલહવાલે કરેલ છે.
ધોળકા પોલીસ સ્ટેશનમાં અરબાઝ અબ્દુલરઝાક મનસુરીએ આરોપી રાકેશભાઈ શનાજી ઠાકોર (રહે.ગુયા તળાવ,જોગણી માતાના મંદિર પાસે, સિમલા હોટલ સામે , ધોળકા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીએ પોતાના મોબાઈલમાં રાકેશ ઠાકોરના ફેસબુક આઈ.ડી. થી ફેસબુકમાં હઝરત મોહંમદ પયગંબર સાહેબ (સ.અ. વ.) ના જન્મદિવસ ઉપર બનાવેલ નાતશરીફ ઉપર બિભત્સ નગ્ન ચલચિત્રનો વિડિઓ વાયરલ કરી હઝરત મોહંમદ પયગંબર સાહેબ (સ.અ. વ.) ની છબીને બદનામ કરી તેમજ મુસ્લિમ સમાજના લોકોની લાગણી દુભાવી ગુનો કરેલ છે.ધોળકા પોલીસે આ બનાવને ગંભીરતાથી લઈ આરોપી સામે ગુનો નોંધી તાત્કાલિક તેને શોધી કાઢી ધરપકડ કરી જેલહવાલે કરેલ છે.
Recent Comments